ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ ૬)




અનુકરણ

અનુકરણ ની વૃતિ એ હલકા પ્રકાર સ્પર્ધા છે
જીવનના ઘણા દુ:ખ આ વૃતિમાંથી જ જન્મે છે




સ્વાર્પણ

એક વખત ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ
પૃથ્વી પરથી નાબુદ કરવા માટે
સ્વાર્પણના ઉના ઉના લોહીનું
ખમીર જોઇશે .





વિચાર

જીવનમાં જે મનુષ્ય દરપળે વિચાર કરવા થોભે છે
તેને ક્યારેય અકસ્માત નો આનંદ મળતો નથી




અહિંસા


કેટલાક માણસો એમ માને છે કે હિંસા એટલે
કીડી મંકોડા જેવા સુક્ષ્મ જીવને પણ દુભાવવો નહિ:
આ અહિંસા તો છે જ પણ
કીડી મંકોડા ને ન દુભાવનારા
પ્રસંગમાં આવતા માણસોને ઠંડા મારથી હણી નાખે તો?
એમની અહિંસા ની ભાવના, હિંસા કરતા પણ ભયંકર બની જાય .
જીવનના હરેક ક્ષેત્રમાં જે પોતાનો સિદ્ધાંત અનુસરી શકતો નથી ,
તે ઘણું કરીને પોતાના સિદ્ધાંતથી જ પોતાનું પતન વહોરી લે છે .
શુદ્ધ અહિંસા
જીવનના હરેક ક્ષેત્રમાં માનવતા માંગે છે
પછી તે ક્ષેત્ર કીડીયારું હોય
કે પછી
વ્યાજ લેવાનું હોય
કે પછી
કાપડ વેચવાનું હોય કે પરિવાર ની વિધવાને ભાગ આપવાનો હોય ,
ખરી અહિંસા તો એજ છે
બીજી બધી ,અહિંસા ના સ્વાંગ નીચે સજેલી ઠંડી ક્રુરતા છે


ધૂમકેતુ (રજકણ માંથી )




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો