શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 7)

સૌંદર્ય

સૌંદર્ય એ ભાવના છે
કલ્પના છે:પણ
તે વસ્તુ નથી
માટે અસ્પર્શ્ય અને અત્યંત પવિત્ર છે .
પછી તે સૌંદર્ય ગમે તેનું હોય
ઘાચ્છાદિત હિમાદ્રીના સોનેરી શિખરોનું
કે પાનથી ઘેરાયેલ ચંપાના ફૂલનું
કે ગુલાબકળી પર પડેલ મોતીના જલબિંદુનું
કે પછી નવકુસુમ જેવી મુગ્ધાનું સૌદર્ય
આ સૌદર્ય મારું હોય તો ઠીક ! એમ ઇચ્છવું ,
એ માલિકીના વિચારોમાં રહેલી પાર્થિવતા છે





શેતાન

આવેશ જ્યારે ઉલ્લાસનો ઝબ્બો પહેરે છે
ત્યારે, અને

પુરાણી જ્યારે એક સુરે કથા વાંચે છે
ત્યારે, એક
અદ્રશ્યમૂર્તિ ધીમે ધીમે ત્યાં સંતોષથી હશે છે
અને તે મૂર્તિ સેતાનની હોય છે .



શ્રદ્ધા

પેલા એકલડોકલ થાક્યા મુસાફરે
નહિ જેવી લીલોતરી જોઇને
આશ્વાસન મેળવ્યું :
ધર્મમંદિરનો પાયો નાખનાર
ત્યાં કોઈ જ હતું નહિ
એટલું જ ,
બાકી મંદિર તો ત્યાં હતું જ



પાપ


પ્રસંગ વિના તો સૌ કોઈ સદગુણના જ ઉપાસક છે .
પ્રસંગ આવ્યે પાપ ન કરે તે વીરપુરુષ :
પાપ કર્યા પછી પસ્તાવાથી જીવન ફેરવે
તે એવો જ બીજો વીરપુરુષ :
પણ જો
તે એમાં મેં એમાં જીવન પ્રસાર કરે
તો તે જડપ્રદાર્થ



ધૂમકેતુ (રજકણ માંથી )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો