મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 5)હસો છો ? હસો હસો !
ભૂતકાળ માં જેને નજર નાખવાની ટેવ નથી ,
તક નથી કે વખત નથી તે સઘળા જ હસે છે .
જોકે , હસવાના પણ પ્રકાર છે
નિર્દોષ બેદરકારભર્યું ,
જીવનની અસફળતાને પણ એક અટ્ટહાસ્ય થી
ઉડાવી દેનારું રામબાદશાહી હાસ્ય :
અને
પાંચ રૂપિયાના 'પ્રમોશન 'થી ભજીયા ઉડાવી
ચાનો પ્યાલો હાથમાં રાખી ,
ઘડી ઘડીએ અતિતૃપ્તિ ભર્યું
કારકુની હાસ્ય :
અને એવા ઘણાંક
તમારું હાસ્ય પણ
આવું જ કઈક લાગે છે !

લાખો માણસો હણાય જાય એવું
લોહીભીનું યુદ્ધ
એ પણ એક વખત તો માત્ર
ભાવના ના બીજ રૂપે જ હતું

પ્રતિષ્ઠા !
હા, કેટલાક મુર્ખાઓ
એમાં
અમરત્વ જુવે છે ,કવિતા ?
હા ,
કેટલાક માને છે ખરા કે
એ હૃદયમાં વસનારી સ્વપ્નમૂર્તિ છે.
ખરી રીતે તો
જીવનસંગ્રામ માંથી મેળવેલી
એ પણ એક શક્તિ જ છે .

ધૂમકેતુ (રજકણ માંથી )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો