રવિવાર, 6 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 9)

ઈશ્વર


ઈશ્વર નથી એમ 'કહેવું "એ સહેલામાં સહેલું છે
ઈશ્વર છે એમ "કહેવું " એ વળી એના કરતા પણ સહેલામાં સહેલું છે
પણ ઈશ્વર "છે' એમ 'જાણવું ' એજ અઘરામાં અઘરું છે
ઘણા માણસો ઈશ્વર 'છે ' એમ કહેવું અને ઈશ્વર' છે' એમ જાણવું
એ બેનો ભેદ સમજતા નથી .
ખરી રીતે એમને મન ઈશ્વર છે ,એ પરંપરાગત રૂઢીવાદ હોઈ
તે વિષે શંકા લેવાનું લાગતું નથી
ઈશ્વર છે કે નથી ?
એ શંકા શરુ થાય એ જ આધ્યાત્મિક જીવન ની નિશાની છે .




વિરલ


જીવનનો સઘળો થાક જેને છાંયડે માણસ ખંખેરી નાખે છે .
તેનું નામ ધર્મવૃક્ષ .
ઊર્મિ અને બુદ્ધિ ,
જેના દ્વાર પાસે નિત્ય ખડા રહે છે ,
ત્યાં અત્યંત વિરલ એવો શ્રી સરસ્વતી નો યોગ હોય છે .





ઠંડી ક્રુરતા

વાઘની ક્રુરતા ભયંકર એટલા માટે છે કે,
તેનામાં તુદ્દન શાંત રહેવાની શક્તિ છે ;
અને તક આપ્યા પહેલા દાબી દેવાની ઝડપ છે .
કેટલાક મનુષ્યો માં રહેલી ઠંડી ક્રુરતા
ખૂની સ્વભાવના મુકાબલે એટલા માટે જ
વધુ ભયંકર ગણાવી જોઈએ .




જાગૃતિ


નિત્યની જાગૃતિ વિનાજીવન માં વ્યવસ્થા શક્ય નથી
અને વ્યવસ્થા વિના જીવનમાં વિકાસ શક્ય નથી



ધૂમકેતુ (રજકણ માંથી)

ધૂમકેતુ (રજકણ ૮ )

વીરતા


કેવળ આવેશથી કોઈ પણ વાદ કે સિદ્ધાંત ટકી શકતો નથી .
જ્યાં સુધી તેના મૂળમાં ઠંડી વીરતાના
પાળી ન સિંચાય ત્યાં સુધી એનું
થડ ઉભું થતું નથી .



વૃતિ


મનુષ્ય પોતે ભલે ભયંકર ના દેખાતો હોય છતાં પણ ભયંકર હોય શકે .
કેટલાય મનુષ્યો ખૂની હોય છે . જોકે
એમને કોઈ દિવસ ખૂન કર્યું હોતું નથી
ખૂન કરવા માટે માણસ ને જાનથી મારવાની જરૂર નથી .
જાન લેનારા ઘણાખરા ખૂનીઓ
આવેશનો ધક્કો પામેલા માનસિક રોગી હોવાનો વધારે સંભવ છે .
ખૂન, ઠંડી રીતે પણ થઇ શકે છે .
અને એવા ખૂનીઓ જ ભયંકર હોય છે .
વિશ્વાસઘાત કરનારા ,
બેહુદુ વ્યાજ ખાનારા ;
લીકવીડેસન માં લઇ જવાના હેતુ થી લીમીટેડ કંપની કાઢનારા ,
એકાદ બે છુટા છવાયા ખૂણો થી સમાજ ખળભળતો નથી ,
સમાજ ખળભળે છે આવી વ્યવસ્થિત ખૂની મંડળીઓથી .



હેતુ


મડદું જોઇને શું રડો છો ?
હેતુ વિનાના જીવનની
દરેકે દરેક પળ એક મડદું છે .



યોગ્યતા


યોગ્યતા વિનાના અધિકારીઓના હાથમાં સત્તા આપવી ,
એ પતનનો ટૂંકમાં ટૂંકો અને સહેલામાં સહેલો રસ્તો છે .



ધૂમકેતુ (રજકણ માંથી)

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 7)

સૌંદર્ય

સૌંદર્ય એ ભાવના છે
કલ્પના છે:પણ
તે વસ્તુ નથી
માટે અસ્પર્શ્ય અને અત્યંત પવિત્ર છે .
પછી તે સૌંદર્ય ગમે તેનું હોય
ઘાચ્છાદિત હિમાદ્રીના સોનેરી શિખરોનું
કે પાનથી ઘેરાયેલ ચંપાના ફૂલનું
કે ગુલાબકળી પર પડેલ મોતીના જલબિંદુનું
કે પછી નવકુસુમ જેવી મુગ્ધાનું સૌદર્ય
આ સૌદર્ય મારું હોય તો ઠીક ! એમ ઇચ્છવું ,
એ માલિકીના વિચારોમાં રહેલી પાર્થિવતા છે





શેતાન

આવેશ જ્યારે ઉલ્લાસનો ઝબ્બો પહેરે છે
ત્યારે, અને

પુરાણી જ્યારે એક સુરે કથા વાંચે છે
ત્યારે, એક
અદ્રશ્યમૂર્તિ ધીમે ધીમે ત્યાં સંતોષથી હશે છે
અને તે મૂર્તિ સેતાનની હોય છે .



શ્રદ્ધા

પેલા એકલડોકલ થાક્યા મુસાફરે
નહિ જેવી લીલોતરી જોઇને
આશ્વાસન મેળવ્યું :
ધર્મમંદિરનો પાયો નાખનાર
ત્યાં કોઈ જ હતું નહિ
એટલું જ ,
બાકી મંદિર તો ત્યાં હતું જ



પાપ


પ્રસંગ વિના તો સૌ કોઈ સદગુણના જ ઉપાસક છે .
પ્રસંગ આવ્યે પાપ ન કરે તે વીરપુરુષ :
પાપ કર્યા પછી પસ્તાવાથી જીવન ફેરવે
તે એવો જ બીજો વીરપુરુષ :
પણ જો
તે એમાં મેં એમાં જીવન પ્રસાર કરે
તો તે જડપ્રદાર્થ



ધૂમકેતુ (રજકણ માંથી )

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ ૬)




અનુકરણ

અનુકરણ ની વૃતિ એ હલકા પ્રકાર સ્પર્ધા છે
જીવનના ઘણા દુ:ખ આ વૃતિમાંથી જ જન્મે છે




સ્વાર્પણ

એક વખત ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ
પૃથ્વી પરથી નાબુદ કરવા માટે
સ્વાર્પણના ઉના ઉના લોહીનું
ખમીર જોઇશે .





વિચાર

જીવનમાં જે મનુષ્ય દરપળે વિચાર કરવા થોભે છે
તેને ક્યારેય અકસ્માત નો આનંદ મળતો નથી




અહિંસા


કેટલાક માણસો એમ માને છે કે હિંસા એટલે
કીડી મંકોડા જેવા સુક્ષ્મ જીવને પણ દુભાવવો નહિ:
આ અહિંસા તો છે જ પણ
કીડી મંકોડા ને ન દુભાવનારા
પ્રસંગમાં આવતા માણસોને ઠંડા મારથી હણી નાખે તો?
એમની અહિંસા ની ભાવના, હિંસા કરતા પણ ભયંકર બની જાય .
જીવનના હરેક ક્ષેત્રમાં જે પોતાનો સિદ્ધાંત અનુસરી શકતો નથી ,
તે ઘણું કરીને પોતાના સિદ્ધાંતથી જ પોતાનું પતન વહોરી લે છે .
શુદ્ધ અહિંસા
જીવનના હરેક ક્ષેત્રમાં માનવતા માંગે છે
પછી તે ક્ષેત્ર કીડીયારું હોય
કે પછી
વ્યાજ લેવાનું હોય
કે પછી
કાપડ વેચવાનું હોય કે પરિવાર ની વિધવાને ભાગ આપવાનો હોય ,
ખરી અહિંસા તો એજ છે
બીજી બધી ,અહિંસા ના સ્વાંગ નીચે સજેલી ઠંડી ક્રુરતા છે


ધૂમકેતુ (રજકણ માંથી )




મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 5)



હસો છો ? હસો હસો !
ભૂતકાળ માં જેને નજર નાખવાની ટેવ નથી ,
તક નથી કે વખત નથી તે સઘળા જ હસે છે .
જોકે , હસવાના પણ પ્રકાર છે
નિર્દોષ બેદરકારભર્યું ,
જીવનની અસફળતાને પણ એક અટ્ટહાસ્ય થી
ઉડાવી દેનારું રામબાદશાહી હાસ્ય :
અને
પાંચ રૂપિયાના 'પ્રમોશન 'થી ભજીયા ઉડાવી
ચાનો પ્યાલો હાથમાં રાખી ,
ઘડી ઘડીએ અતિતૃપ્તિ ભર્યું
કારકુની હાસ્ય :
અને એવા ઘણાંક
તમારું હાસ્ય પણ
આવું જ કઈક લાગે છે !





લાખો માણસો હણાય જાય એવું
લોહીભીનું યુદ્ધ
એ પણ એક વખત તો માત્ર
ભાવના ના બીજ રૂપે જ હતું





પ્રતિષ્ઠા !
હા, કેટલાક મુર્ખાઓ
એમાં
અમરત્વ જુવે છે ,



કવિતા ?
હા ,
કેટલાક માને છે ખરા કે
એ હૃદયમાં વસનારી સ્વપ્નમૂર્તિ છે.
ખરી રીતે તો
જીવનસંગ્રામ માંથી મેળવેલી
એ પણ એક શક્તિ જ છે .

ધૂમકેતુ (રજકણ માંથી )

ધૂમકેતુ (રજકણ 4 )



મેં ઈશ્વર પાસે એટલું જ માગ્યું હતું :
હંમેશા આનંદી -મોજીલું હૃદય ના આપતો
થોડું ઘણું વિષાદમય અંતર પણ આપજે .
ઈશ્વરે સ્પટ નાં પાડી અને કહ્યું કે
'અલ્યા તારે જીવનનો અમુલ્ય રસ 'વિષાદ' જોઈએ છે ?
અને વળી તે માગ્યે મળે પણ મળે ખરો ?
એતો તારા જીવનમંથનનું રત્ન છે .
એને તો તુજ શોધી લેજે .જેને જેને એ રત્ન ,
આનંદસાગરને તળિયે થી મળ્યું છે ,
તેને જીવનભર બીજી કોઈ વાંછના રહી નથી:
એમને મન અંતર નો ઘેરો અવાજ એ જ
જીવન સર્વસ્વ બની રહે છે .





વિલાસ ને કલા માનો ,
નિષ્ક્રિયતાને આનંદ ગણો ,
અસમાનતાને ગૌરવ લેખો ,
વ્યવહારને 'ધર્મ' સમજો .
ક્રાંતિ ના બીજ તમે રોપી ચુક્યા .
હવે માત્ર તેના ફળની જ રાહ જુઓ




જીવનની સર્વોતમ પળ જાણવી છે
બધી જ પળ સર્વોતમ છે ,
અથવા એકે નથી .


ધૂમકેતુ (રજકણ માંથી )

સોમવાર, 31 ઑગસ્ટ, 2009

રજકણ (3)







પરાજયથી તો હું ભટકતો નથી
નાના નાના વિજય જોઇને ગભરાટ છૂટે છે
એવા નાના નાના વિજયમાં સંતોષ માનીને ,
પરાજયનો આનંદ ગુમાવનારા ઘણા હોય છે,
હું એવો તો નહિ બની જાઉં ને ?




એણે કહ્યું કે તમે મનુષ્યને ધિક્કારો છો .
મેં કહ્યું કે મીઠી જબાનવાળા,
વિવેકી મનુષ્યોનો તમને
કદાચ પરિચય નથી .




હું ગાંડો છું ? હું ઉદ્ર્ત છું ?
ના, વધારે સ્પષ્ટ છું .
એમાં કુનેહ નહિ હોય ,
પણ સિદ્ધાંતવાદી વળી,
કુનેહના રમકડાથી રમે ખરો ?





જે મજા સંગ્રામમાં છે
તે મજા ખોઈને મુર્ખાઓ વિજય વાંછે છે !
વાંછવા દો.
વિજયના જેવો મહાન પરાજય જોઇને
કોણ નથી પસ્તાયું ?


ધૂમકેતુ (રજકણ માંથી )