મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2009
ધૂમકેતુ (રજકણ 4 )
મેં ઈશ્વર પાસે એટલું જ માગ્યું હતું :
હંમેશા આનંદી -મોજીલું હૃદય ના આપતો
થોડું ઘણું વિષાદમય અંતર પણ આપજે .
ઈશ્વરે સ્પટ નાં પાડી અને કહ્યું કે
'અલ્યા તારે જીવનનો અમુલ્ય રસ 'વિષાદ' જોઈએ છે ?
અને વળી તે માગ્યે મળે પણ મળે ખરો ?
એતો તારા જીવનમંથનનું રત્ન છે .
એને તો તુજ શોધી લેજે .જેને જેને એ રત્ન ,
આનંદસાગરને તળિયે થી મળ્યું છે ,
તેને જીવનભર બીજી કોઈ વાંછના રહી નથી:
એમને મન અંતર નો ઘેરો અવાજ એ જ
જીવન સર્વસ્વ બની રહે છે .
વિલાસ ને કલા માનો ,
નિષ્ક્રિયતાને આનંદ ગણો ,
અસમાનતાને ગૌરવ લેખો ,
વ્યવહારને 'ધર્મ' સમજો .
ક્રાંતિ ના બીજ તમે રોપી ચુક્યા .
હવે માત્ર તેના ફળની જ રાહ જુઓ
જીવનની સર્વોતમ પળ જાણવી છે
બધી જ પળ સર્વોતમ છે ,
અથવા એકે નથી .
ધૂમકેતુ (રજકણ માંથી )
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો