રવિવાર, 30 ઑગસ્ટ, 2009

રજકણ (૨)




પાનખરની ઋતુ જોઇને વૃદ્ધાવસ્થા યાદ આવી
પણ આ શું ?
વૃક્ષની છેક છેલ્લી ટોચની ડાળે
સુંદર પ્રભાતનાં રંગ જેવી ,
કુમળા પાનની ટીશી ક્યાંથી ?



તમે કલાની વાત કરો છો કાં ?
હા, હા, સમજ્યો .
એવી વસ્તુ,
જેને લોકો જીવનમાંથી બહાર કાઢે છે :
અને પ્રદર્શન માં જોવા જાય છે ."
એ જ કલા ને ?


જાગૃતિની એક પળ માંગી હતી;
નિંદ્રાધીન જીવનના હજારો વર્ષ નહિ "



માણસ પોતાની જાત ઘસ્યા વિના
જે કાંઈ કરે
દાન, દયા કે સહાય
એ સઘળું વિલાસના પડછાયા જેવું છે .


ધૂમકેતુ (રજકણ માંથી )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો