ઊંચામાં ઊંચા શિખર પર બેસવા માટે
હું એક હજાર ને એક જીંદગી ગુમાવવા તૈયાર છું :
પણ શરત એટલી કે તે ઊંચામાં ઊંચું હોવું જોઈએ "
એણે કહ્યું કે તમે દુ:ખથી હાર્યા છો
મેં કહ્યું કે
તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી "
નિરાશાના સમુદ્ર જેવા મોટા રણમાં
તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે ,
તે મજાને ખાતર
હું ધોળા ફૂલ ,રૂપેરી ચાંદની ,અને કોયલનો સુર
ત્રણેય જતા કરું "
હું નિરાશ થયો છું ?
પરાજય થી હાંફી ગયો છું ?
ના,ના, એવું કાઈ જ નથી .
વિશ્વાસના સમુદ્રમાં પડેલું ,
ઝેરનું એક બિંદુ ધોવા માટે ,
આટલી જેહમત ઉઠાવી રહ્યો છું ."
ધૂમકેતુ (રજકણ માંથી )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો