ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009
પૃથ્વી એટલે 'ઉકરડો '
એક જૂની કહેવત છે : 'ગામ હોય ત્યાં ઉકરડો હોય જ ' પરંતુ પર્યાવરણ ની ' વાટ લગાવવામાં ' માં આ ઉકરડાનો પણ ઘણો ફાળો છે .પ્લાસ્ટિક જેવો નોનરિસાઇક્લેબલ પ્રદાર્થોમાંથી નીપજતા કચરા છેવટે પર્યાવરણ માટે જોખમી બને છે .પરંતુ એવી કોઈ શોધ થઇ શકે ખરી કે કચરાનો કન્સેપ્ટ જ નાબુદ થઇ જાય ? બ્રિટીશ સંશોધકોએ તેમના દેશને ' ઝીરો વેસ્ટ કન્ટ્રી ' પ્રસ્તાવ મુક્યો છે ! તેમાટે ગરમાગરમ ભજિયું બની જતી પૃથ્વી માટે સ્માર્ટ બિલ્ડીંગો બનાવવી પડશે . આ સ્માર્ટ બિલ્ડીંગો સંપૂર્ણપણે વાયરલેસ હશે .જે કઈ ઉર્જા ની જરૂર પડે તે પોતાની મેળે જ પેદા કરી લેશે .તેના માટે તે સૂર્ય ,પવન કે ભૂ-ગરમી જેવા કુદરતી સ્રોતોનો ઉપયોગ કરશે .દિવસભર તેના પર પડતા સૂર્યપ્રકાશ ને ' લાઈટ પાઈપ્સ ' મારફતે સંગ્રહ કરીને રાત્રે પણ અજવાળું ફેલાવવા માટે ઉપયોગમાં લઇ શકાશે ,એટલું જ નહિ તેમાંથી ઉત્પન્ન થતો કચરો તે ખુદ ખાઈ જશે !
આ સંથાનું કહેવું છે કે વખતોવખત ' હિત વેવ ' નો અનુભવ કરતા બ્રિટનમાં આજની તારીખ થી ગ્રીન હાઉસ ગેસ ની ઉત્પાદન સાવ બંધ થઇ જાય તો પણ આવતા ત્રીસ વર્ષો સુધી તેનું તાપમાન વધતું રહેશે .દિવસે દિવસે ' યુઝ એન્ડ થ્રો ' કમ્યુનીટી બનતા જતા અંગ્રેજો વર્ષે દહાડે ત્રીસ કરોડ તન જેટલો કચરો પેદા કરે છે .
જેમાંથી માંડ માંડ અડધો પણ રીસાઈકલ થતો નથી ! તે જોઇને .ડેન્માર્ક ,સ્વીડન અને બેલ્જિયમ જેવા દેશો એ નોન- રીસાઈકલ ચીજો પર વધુ વેરા નાખ્યા છે ! ૨૦૦૩ ના હીટવેવમાં આખા યુરોપમાં ૩૦ હજાર થી પણ વધુ લોકો નો ભોગ લેવાયો પૃથ્વી નું તાપમાન વધતું અટકાવા અને તેને આવનારી પેઢીઓ માટે રેહવા લાયક રેહવા દેવી હોય તો ' ક્યોટો પ્રોટોકોલ 'જેવી સંધિઓ નો ચુસ્તપણે અમલ કરવો પડશે ,એટલું જ નહિ આપણી લાઈફસ્ટાઈલ માં પણ યોગ્ય પરિવર્તન આણવા પડશે ,
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
પૃથ્વીનુ સ્તત વધતુ તાપમાન વિનાશનૉ ઈશારો કરે છે.વિકસિત દેશો આના માટે જવાબદાર છે.દુનિયા ઉપર પોતાની શક્તિનો પરચમ લેહરાવા અણુ-પરમાનુ જેવા વિનાશના શસ્ત્રો બનાવ્યા છે.એક અન્દાજ મુજબ પૃથ્વીનુ તાપમાન છેલ્લા ૧૦ વર્ષમા ૦.૩૦ ડિગ્રી જેટલુ ઉચુ આવ્યુ છે. એટ્રાકટીકાના બરફના મેદાનો દિવસે ને દીવસે પિગળતા જાય છે અને દરીયાનુ સતર ઊચુ આવતુ જાય છે.સુનામી , ભુકંપ , અતિવૃષ્ટી ,અનાવૃષ્ટી આ બધાનો ઈશારો એજ છે કે જો પૃથ્વીના ઉકરડાને સાફ કરીને વૃક્ષો-પ્રાણીઓનુ બિલ્ડિગ જો બરાબર નહી બનાવામા આવે તો પૃથ્વીનો વિનાશ નજીક છે.
જવાબ આપોકાઢી નાખો"બચાવો કુદરતી સંપતિ"
ek dam sachu rajani bhai ..khub khub abhar
જવાબ આપોકાઢી નાખો