ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009
==જીવાત્મા અને પરમાત્મા ==
આ જીવાત્મા ઈશ્વરનો એક અંશ છે .અને તે ચેતન છે .જળ નથી .તે નિર્મળ છે એટલે કે મળ - દોષથી રહિત છે .શુદ્ધ છે અને આનંદિત છે .ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ છે .હું અને મારું ,તું અને તારું એનું જ નામ માયા છે અને માયા નો પ્રેરક ઈશ્વર છે .આ જીવ માયાને વશીભૂત થયેલો છે .ઈશ્વર અંશી છે અને જીવ તેનો અંશ છે .એટલે જેવી અંશી તેવો અંશ એટલે આ દેહમાં રહેલો જીવ અવિનાશી ,નિત્ય અને સનાતન છે .મનુષ્ય મરણ પામે છે ત્યારે જીવ સ્થૂળ શરીર છોડી તેના કર્મફળ પ્રમાણે બીજા સ્થૂળ શરીર ને પકડી લે છે .
જો ભગવાન ઈશ્વર છે તો પ્રકૃતિ ઈશ્વરી શક્તિ છે .ભગવાન આપણા પિતા છે તો પ્રકૃતિ આપની માતા છે .ભગવાન બીજ ને વાવનાર છે તો પ્રકૃતિ ગર્ભ ને ધારણ કરનારી છે .પ્રકૃતિ સોંનું ઉત્પતિ સ્થાન છે અને તેથી સંસાર ની ઉત્પતિ થાય છે .પ્રકૃતિ એજ માયા છે.ઈશ્વર (પરમાત્મા ) અને પ્રકૃતિ નો સંબંધ નર- નારી જેવો છે .પ્રકૃતિ ઈશ્વર ની શક્તિ છે .જેવી કે વિષ્ણુ અને લક્ષ્મી ,શિવ અને પાર્વતી ,બ્રહ્મા અને સરસ્વતી ,રામ અને સીતા વિગેરે , વિગેરે ...
ચોર્યાશી લાખ યોનીઓનો ગીતમાં પણ ઉલ્લેખ છે .ચોર્યાશી યોનીઓના ચાર પ્રકાર છે .જરાયુજ, અંડજ,
ઉદભિજ્જ્,અને સ્વેદજ,આપણે તેમના એક જીવ છીએ અને આપણા કર્મફળ પ્રમાણે ચોર્યાશી લાખ યોનીઓમાં ભ્રમણ કરતા કરતા મનુષ્ય યોનીમાં ભગવાન ની કૃપાથી આવ્યા છીએ .પરમાત્મા બધા જ પ્રાણીઓના હૃદય માં છે .પોતાની માયા દ્વારા તેના કર્મ પ્રમાણે ઘુમાવે છે .છેવટે ભગવાને આપણને મનુષ્ય દેહ આપી આ 'જીવન મુક્તિ ' કરવાનો અવસર આપ્યો છે.જેનો આપને બની શકે તેટલો વહેલો લાભ ઉઠાવી મુક્તિ (મોક્ષ ) મેળવવાનો છે .નહીતર લાખ ચોર્યાશીનું ચક્કર આપણા માટે તૈયાર જ છે .
એક ભક્ત કવિ કહે છે
"મારો હંસલો નાનો અને દેવળ જુનું થયું રે
હંસા તારે અને મારે પ્રીત્યું બંધાણી."
=એક આત્મનિષ્ઠ સંત
ધનજીભાઈ કે. પટેલ . (કમાણાકર )
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો