લાગણીના વેણ સૌ ઊઘી રહ્યા
મૌનના પડઘા બધે બોલી રહ્યા
થઇ ગયાં સંબંધનાં ખાલી ઘરો
ભીંત પર નકશા ફક્ત બાકી રહ્યા
પ્યાસ એવું ઘર કરી ગઇ આંખમાં
આંસુઓ હરણાં બની દોડી રહ્યા
વેદના મારી ઇશુથી કમ નથી
શબ્દ પણ ખીલા બની વાગી રહ્યા
કોણ ચરણોને હવે રોકી શકે
ક્યાંય ના મંઝિલ છતાં ચાલી રહ્યાં.
-બકુલ રાવલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો