ગુરુવાર, 20 ઑગસ્ટ, 2009

**પ્રેમ**
















પ્રેમ ખરેકર એક શક્તિશાળી બળ છે .આપણને મહાન ઉચાઇ પર લઇ જઈ તાજગી અને તેજસ્વીતા આપે છે .છતાંય તેનો વધુમાં વધુ દુરુપયોગ અને ફજેતી થયેલી છે .ઘણી અધ :પતન કરતી ચીજો તરીકે પ્રેમ સ્વીકારવામાં આવે છે .
એક લોકપ્રિય ગીત જણાવે છે કે દુનિયા ને અત્યારે પવિત્ર અને તાજા પ્રેમ ની જરૂર છે .વાસ્તવ માં દુનિયા ને ચોકસાઈપૂર્વકની અને સાચી સમાજની જરૂર છે .સાચો પ્રેમ સમજ ઉપર અરસપરસ ના વિશ્વાસ ઉપર અને માં ઉપર આધાર રાખે છે .માત્ર લાગણીઓ ઉપરજ નહી.પ્રેમ સર્વત્ર સમાન હોય છે .પોતાની સાથે ,ઈશ્વર સાથે કે આપણા સાથીદાર સાથેનો સુમેળ એ જ પ્રેમ ,પ્રેમ એક નિસ્વાર્થતા છે.પ્રેમ ભાવનાશીલ સ્થિતિ નથી ,કે જે કલ્પનાઓ અને તરંગો ને મર્યાદા માં રાખે છે ,પરંતુ જ્ઞાન ની ઉચ્ચ સમાનતા ની સ્થિતિ છે જે જે શારીરિક રૂપરેખાથી ઉચ્ચ જાય છે .પ્રેમ ને શરીર સાથે કોઈ જ સંબંધ નથી .પ્રેમ આત્મા માં જીવે છે .આ પ્રેમ આપણ ને આજુબાજુ પથરાવા દેવો જોઈએ .આપણે જયારે આ પ્રેમ વહાવા દઈએ ત્યારે આપણે ભીંજાઈ જઈને સદાને માટે તાજા ,આકર્ષક અને તંદુરસ્ત રહીએ છીએ.
પ્રેમ વિના જીવનનો સર્વ ખજાનો આપણી દ્રષ્ટી અને અનુભવ થી દુર દુર બંધ અવસ્થા માં રહેલો છે .એના માટે પ્રેમ ચાવી સમાન છે ,

==એક પ્રેમાળ દિવસ માટે નાં વિચારો==
**મંગળવાર **

(૧) જો કોઈ તમારી સાથે ગુસ્સામાં બોલે તો તે ગુસ્સારુપી અગ્નિ ઉપર તમો પ્રેમ નું શીતળ પાણી રેડો

(૨) જ્યારે દ્વેષ કે ઈર્ષાનાં નાં સંકલ્પો પેદા થાય છે .ત્યારે સુખ ગુમાવાય છે .શુંભભાવના અને પ્રેમના સંકલ્પો દિલગીરીમાંથી મુક્ત કરે છે

(૩) તમારા પોતાના સ્વભાવ સિવાય કોઈ તમને રીબવતું નથી. તમારો સ્વભાવ મધુર અને પ્રેમાળ બનાવો .

(૪) જેના માટે એક પૈસા નું પણ ખર્ચ નથી એવા પ્રેમાળ ,સત્ય અને મધુર શબ્દો બોલો .

(૫) જો તમો એકલા છો તો તમારી કોઈ કિંમત નથી .પરંતુ તમારી સાથે પ્રેમ,મધુરતા અને સહકાર ની ભાવના છે ,તો તમે કિંમતી છો

(૬) પ્રેમથી બોલાયેલ એક શબ્દ કેટલાક લોકોના દુ:ખી હૃદય શીતળ બનાવી શકે છે

(૭) જ્યારે દરેક વ્યક્તિ પોતાને પોતાના કરતા વધારે સારો માનતો હોય તો ત્યારે શું રાષ્ટીય એકતા શક્ય છે ?

(૮) પરમાત્મા ને પાપીઓ પ્રત્યે પણ પ્રેમ છે .દરેક મનુષ્ય ઈશ્વરીય સંતાન છે .તો કોઈ પણ ઈશ્વરીય સંતાન ને ધીક્કારવાનો આપણને
કયો અધિકાર ?

(૯) જેટલો વધારે પ્રેમ કરશો એટલો વધારે પ્રેમ મળશે .ઘણો વધારે પ્રેમ હશે તો આપવામાં સરળ બનશે ,

(૧૦) જયારે એક વ્યક્તિ ઝગડવાનું ઇચ્છતી નથી તો બે વચ્ચે નો ઝગડો શક્ય નથી .

(૧૧) ઈર્ષા જ્યારે પોતાનું માથું ઉચકે છે ,ત્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પણ દુશ્મન બની શકે છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા "થોટ ફોર ટુડે " નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો