શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

મિત્ર...

એક વેલાને અડિખમ વૃક્ષોના સહારા મળ્યા છે
થાકેલ વટેમાર્ગુને તમારી દોસ્તીના ઉતારા મળ્યા છે

જરા જો હાલકડોલક થ ઇ જીવનનૈયા મારી
કેવું અચરજ! ભર મજધારે કિનારા મળ્યા છે

દાનવીર કર્ણને તો જીવનમાં જોયો નથી પણ
પોતાનુ સર્વસ્વ લૂંટાવી દે એવા આવારા મળ્યા છે

સ્વભાવે એકદમ શાંત વિનયી નમ્ર છતાં
દાવાનળ લગાવી જાણે એવા અંગારા મળ્યા છે

ચપટી ધૂળની પણ લાયકાત નહોતી વિશાલમાં
ઇશ્વરનો આભાર, તમ જેવા સિતારા મળ્યા છે

ઉન્નત મસ્તક, ઉન્નત ધ્યેય, છે જેમનું જીવનસુત્ર
સમય જેમની સાક્ષી પુરે એવા મિનારા મળ્યા છે

જિંદગીમાં કદી ન હારવાનું શીખ્યો તમારી પાસ
જીતની કેડી પર અવિરત ચાલતા વણઝારા મળ્યા છે

જગત આખું ઋણી રહેશે તમારું યુગો સુધી
ક્ષિતિજ બની ગગન સંભાળે એવા નોધારા મળ્યા છે

વિશાલ મોણપરા

1 ટિપ્પણી: