ઓળખાણ તો લખનાર કવિની હું તો માત્ર સંપેતરું છું ...મારા મન ના ઊંડાણ ને રજુ કરવા ની હિમ્મત તો મને કવિ માધવ રામાનુજ દ્વારા પરોક્ષ રીતે મળી તેમને કહ્યું હતું કે : જો હું ઉપમા , અલંકાર કે પછી નિયમો ને લઈને જો કવિતા લખવા બેસું તો તે શક્ય નથી કારણ કે કવિતા તો મન ના કોઈ અગોચર પ્રદેશ માંથી સ્વયભૂ પ્રગટ થનારું દિવ્ય સત્વ છે ...જો કે પછી જાણ્યું કે કવિઓની એવી ઘણી રચનાઓ છે જેનો રસાસ્વાદ આજનો યુવાવર્ગ નથી કરી શક્યો તથા એવા ઘણા વાચક મિત્રો જે હવે માત્ર વેબ સાઈટ પર કવિતા નો અને વાંચન નો આગ્રહ રાખે છે ..બસ પછી નિર્ણય કર્યો કે એવી ઉપેક્ષિત કૃતિઓ આપ સમક્ષ મુકીશ અને રચનાઓ ને અનુરૂપ થાય તેવા ફોટા પણ સાથે મુકયા છે જે ને ક્યારેક સોફ્ટવેર દ્વારા રચનાની અનુરૂપ બનાવવા પડે છે ...શરૂઆત કરી છે ધૂમકેતુ સાહેબ ની ત્રીજી આવૃત્તિ" રજકણ " થી જે જાન્યુવારી ૧૯૪૮ ના રોજ પ્રગટ થઇ ..ખુબ સુંદર રીતે રજકણ માં વિચારો પ્રગટ થયા છે ..કણ જેવો વિસ્તાર છે અને મણ જેવો અર્થ ..અને વિશેષ જાણવાનું કે ..પ્રતિભાવ એ પ્રશસા ની ભૂખ નથી ...પણ એતો રચનાકાર ની વિશિષ્ટ દિવ્ય દ્રષ્ટિ દ્વારા આપણ ને મળેલ સમજણ નો વળતો શબ્દાઅભિષેક ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો