(કામકેલિમાં મગ્ન ખિસકોલીઓ… …મારા ઘરની બારીમાંથી, ૦૮-૦૫-૨૦૦૯)
તારા નામનો પ્રચંડ વિસ્ફોટ
મારી ભીતર
સ-ત-ત
અટક્યા વિના
એકધારો
સદીઓથી
થઈ રહ્યો છે…
…લોહી
નસોમાં
કેટલી તીવ્રતાથી ને કેમ દોડે છે
એ
માત્ર
ચામડી જોનારને શી રીતે સમજાય ?!
- વિવેક મનહર ટેલર
(૨૨-૦૭-૨૦૦૯)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો