રવિવાર, 6 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 9)

ઈશ્વર


ઈશ્વર નથી એમ 'કહેવું "એ સહેલામાં સહેલું છે
ઈશ્વર છે એમ "કહેવું " એ વળી એના કરતા પણ સહેલામાં સહેલું છે
પણ ઈશ્વર "છે' એમ 'જાણવું ' એજ અઘરામાં અઘરું છે
ઘણા માણસો ઈશ્વર 'છે ' એમ કહેવું અને ઈશ્વર' છે' એમ જાણવું
એ બેનો ભેદ સમજતા નથી .
ખરી રીતે એમને મન ઈશ્વર છે ,એ પરંપરાગત રૂઢીવાદ હોઈ
તે વિષે શંકા લેવાનું લાગતું નથી
ઈશ્વર છે કે નથી ?
એ શંકા શરુ થાય એ જ આધ્યાત્મિક જીવન ની નિશાની છે .




વિરલ


જીવનનો સઘળો થાક જેને છાંયડે માણસ ખંખેરી નાખે છે .
તેનું નામ ધર્મવૃક્ષ .
ઊર્મિ અને બુદ્ધિ ,
જેના દ્વાર પાસે નિત્ય ખડા રહે છે ,
ત્યાં અત્યંત વિરલ એવો શ્રી સરસ્વતી નો યોગ હોય છે .





ઠંડી ક્રુરતા

વાઘની ક્રુરતા ભયંકર એટલા માટે છે કે,
તેનામાં તુદ્દન શાંત રહેવાની શક્તિ છે ;
અને તક આપ્યા પહેલા દાબી દેવાની ઝડપ છે .
કેટલાક મનુષ્યો માં રહેલી ઠંડી ક્રુરતા
ખૂની સ્વભાવના મુકાબલે એટલા માટે જ
વધુ ભયંકર ગણાવી જોઈએ .




જાગૃતિ


નિત્યની જાગૃતિ વિનાજીવન માં વ્યવસ્થા શક્ય નથી
અને વ્યવસ્થા વિના જીવનમાં વિકાસ શક્ય નથી



ધૂમકેતુ (રજકણ માંથી)

ધૂમકેતુ (રજકણ ૮ )

વીરતા


કેવળ આવેશથી કોઈ પણ વાદ કે સિદ્ધાંત ટકી શકતો નથી .
જ્યાં સુધી તેના મૂળમાં ઠંડી વીરતાના
પાળી ન સિંચાય ત્યાં સુધી એનું
થડ ઉભું થતું નથી .



વૃતિ


મનુષ્ય પોતે ભલે ભયંકર ના દેખાતો હોય છતાં પણ ભયંકર હોય શકે .
કેટલાય મનુષ્યો ખૂની હોય છે . જોકે
એમને કોઈ દિવસ ખૂન કર્યું હોતું નથી
ખૂન કરવા માટે માણસ ને જાનથી મારવાની જરૂર નથી .
જાન લેનારા ઘણાખરા ખૂનીઓ
આવેશનો ધક્કો પામેલા માનસિક રોગી હોવાનો વધારે સંભવ છે .
ખૂન, ઠંડી રીતે પણ થઇ શકે છે .
અને એવા ખૂનીઓ જ ભયંકર હોય છે .
વિશ્વાસઘાત કરનારા ,
બેહુદુ વ્યાજ ખાનારા ;
લીકવીડેસન માં લઇ જવાના હેતુ થી લીમીટેડ કંપની કાઢનારા ,
એકાદ બે છુટા છવાયા ખૂણો થી સમાજ ખળભળતો નથી ,
સમાજ ખળભળે છે આવી વ્યવસ્થિત ખૂની મંડળીઓથી .



હેતુ


મડદું જોઇને શું રડો છો ?
હેતુ વિનાના જીવનની
દરેકે દરેક પળ એક મડદું છે .



યોગ્યતા


યોગ્યતા વિનાના અધિકારીઓના હાથમાં સત્તા આપવી ,
એ પતનનો ટૂંકમાં ટૂંકો અને સહેલામાં સહેલો રસ્તો છે .



ધૂમકેતુ (રજકણ માંથી)

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 7)

સૌંદર્ય

સૌંદર્ય એ ભાવના છે
કલ્પના છે:પણ
તે વસ્તુ નથી
માટે અસ્પર્શ્ય અને અત્યંત પવિત્ર છે .
પછી તે સૌંદર્ય ગમે તેનું હોય
ઘાચ્છાદિત હિમાદ્રીના સોનેરી શિખરોનું
કે પાનથી ઘેરાયેલ ચંપાના ફૂલનું
કે ગુલાબકળી પર પડેલ મોતીના જલબિંદુનું
કે પછી નવકુસુમ જેવી મુગ્ધાનું સૌદર્ય
આ સૌદર્ય મારું હોય તો ઠીક ! એમ ઇચ્છવું ,
એ માલિકીના વિચારોમાં રહેલી પાર્થિવતા છે





શેતાન

આવેશ જ્યારે ઉલ્લાસનો ઝબ્બો પહેરે છે
ત્યારે, અને

પુરાણી જ્યારે એક સુરે કથા વાંચે છે
ત્યારે, એક
અદ્રશ્યમૂર્તિ ધીમે ધીમે ત્યાં સંતોષથી હશે છે
અને તે મૂર્તિ સેતાનની હોય છે .



શ્રદ્ધા

પેલા એકલડોકલ થાક્યા મુસાફરે
નહિ જેવી લીલોતરી જોઇને
આશ્વાસન મેળવ્યું :
ધર્મમંદિરનો પાયો નાખનાર
ત્યાં કોઈ જ હતું નહિ
એટલું જ ,
બાકી મંદિર તો ત્યાં હતું જ



પાપ


પ્રસંગ વિના તો સૌ કોઈ સદગુણના જ ઉપાસક છે .
પ્રસંગ આવ્યે પાપ ન કરે તે વીરપુરુષ :
પાપ કર્યા પછી પસ્તાવાથી જીવન ફેરવે
તે એવો જ બીજો વીરપુરુષ :
પણ જો
તે એમાં મેં એમાં જીવન પ્રસાર કરે
તો તે જડપ્રદાર્થ



ધૂમકેતુ (રજકણ માંથી )

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ ૬)




અનુકરણ

અનુકરણ ની વૃતિ એ હલકા પ્રકાર સ્પર્ધા છે
જીવનના ઘણા દુ:ખ આ વૃતિમાંથી જ જન્મે છે




સ્વાર્પણ

એક વખત ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ
પૃથ્વી પરથી નાબુદ કરવા માટે
સ્વાર્પણના ઉના ઉના લોહીનું
ખમીર જોઇશે .





વિચાર

જીવનમાં જે મનુષ્ય દરપળે વિચાર કરવા થોભે છે
તેને ક્યારેય અકસ્માત નો આનંદ મળતો નથી




અહિંસા


કેટલાક માણસો એમ માને છે કે હિંસા એટલે
કીડી મંકોડા જેવા સુક્ષ્મ જીવને પણ દુભાવવો નહિ:
આ અહિંસા તો છે જ પણ
કીડી મંકોડા ને ન દુભાવનારા
પ્રસંગમાં આવતા માણસોને ઠંડા મારથી હણી નાખે તો?
એમની અહિંસા ની ભાવના, હિંસા કરતા પણ ભયંકર બની જાય .
જીવનના હરેક ક્ષેત્રમાં જે પોતાનો સિદ્ધાંત અનુસરી શકતો નથી ,
તે ઘણું કરીને પોતાના સિદ્ધાંતથી જ પોતાનું પતન વહોરી લે છે .
શુદ્ધ અહિંસા
જીવનના હરેક ક્ષેત્રમાં માનવતા માંગે છે
પછી તે ક્ષેત્ર કીડીયારું હોય
કે પછી
વ્યાજ લેવાનું હોય
કે પછી
કાપડ વેચવાનું હોય કે પરિવાર ની વિધવાને ભાગ આપવાનો હોય ,
ખરી અહિંસા તો એજ છે
બીજી બધી ,અહિંસા ના સ્વાંગ નીચે સજેલી ઠંડી ક્રુરતા છે


ધૂમકેતુ (રજકણ માંથી )




મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2009

ધૂમકેતુ (રજકણ 5)



હસો છો ? હસો હસો !
ભૂતકાળ માં જેને નજર નાખવાની ટેવ નથી ,
તક નથી કે વખત નથી તે સઘળા જ હસે છે .
જોકે , હસવાના પણ પ્રકાર છે
નિર્દોષ બેદરકારભર્યું ,
જીવનની અસફળતાને પણ એક અટ્ટહાસ્ય થી
ઉડાવી દેનારું રામબાદશાહી હાસ્ય :
અને
પાંચ રૂપિયાના 'પ્રમોશન 'થી ભજીયા ઉડાવી
ચાનો પ્યાલો હાથમાં રાખી ,
ઘડી ઘડીએ અતિતૃપ્તિ ભર્યું
કારકુની હાસ્ય :
અને એવા ઘણાંક
તમારું હાસ્ય પણ
આવું જ કઈક લાગે છે !





લાખો માણસો હણાય જાય એવું
લોહીભીનું યુદ્ધ
એ પણ એક વખત તો માત્ર
ભાવના ના બીજ રૂપે જ હતું





પ્રતિષ્ઠા !
હા, કેટલાક મુર્ખાઓ
એમાં
અમરત્વ જુવે છે ,



કવિતા ?
હા ,
કેટલાક માને છે ખરા કે
એ હૃદયમાં વસનારી સ્વપ્નમૂર્તિ છે.
ખરી રીતે તો
જીવનસંગ્રામ માંથી મેળવેલી
એ પણ એક શક્તિ જ છે .

ધૂમકેતુ (રજકણ માંથી )

ધૂમકેતુ (રજકણ 4 )



મેં ઈશ્વર પાસે એટલું જ માગ્યું હતું :
હંમેશા આનંદી -મોજીલું હૃદય ના આપતો
થોડું ઘણું વિષાદમય અંતર પણ આપજે .
ઈશ્વરે સ્પટ નાં પાડી અને કહ્યું કે
'અલ્યા તારે જીવનનો અમુલ્ય રસ 'વિષાદ' જોઈએ છે ?
અને વળી તે માગ્યે મળે પણ મળે ખરો ?
એતો તારા જીવનમંથનનું રત્ન છે .
એને તો તુજ શોધી લેજે .જેને જેને એ રત્ન ,
આનંદસાગરને તળિયે થી મળ્યું છે ,
તેને જીવનભર બીજી કોઈ વાંછના રહી નથી:
એમને મન અંતર નો ઘેરો અવાજ એ જ
જીવન સર્વસ્વ બની રહે છે .





વિલાસ ને કલા માનો ,
નિષ્ક્રિયતાને આનંદ ગણો ,
અસમાનતાને ગૌરવ લેખો ,
વ્યવહારને 'ધર્મ' સમજો .
ક્રાંતિ ના બીજ તમે રોપી ચુક્યા .
હવે માત્ર તેના ફળની જ રાહ જુઓ




જીવનની સર્વોતમ પળ જાણવી છે
બધી જ પળ સર્વોતમ છે ,
અથવા એકે નથી .


ધૂમકેતુ (રજકણ માંથી )

સોમવાર, 31 ઑગસ્ટ, 2009

રજકણ (3)







પરાજયથી તો હું ભટકતો નથી
નાના નાના વિજય જોઇને ગભરાટ છૂટે છે
એવા નાના નાના વિજયમાં સંતોષ માનીને ,
પરાજયનો આનંદ ગુમાવનારા ઘણા હોય છે,
હું એવો તો નહિ બની જાઉં ને ?




એણે કહ્યું કે તમે મનુષ્યને ધિક્કારો છો .
મેં કહ્યું કે મીઠી જબાનવાળા,
વિવેકી મનુષ્યોનો તમને
કદાચ પરિચય નથી .




હું ગાંડો છું ? હું ઉદ્ર્ત છું ?
ના, વધારે સ્પષ્ટ છું .
એમાં કુનેહ નહિ હોય ,
પણ સિદ્ધાંતવાદી વળી,
કુનેહના રમકડાથી રમે ખરો ?





જે મજા સંગ્રામમાં છે
તે મજા ખોઈને મુર્ખાઓ વિજય વાંછે છે !
વાંછવા દો.
વિજયના જેવો મહાન પરાજય જોઇને
કોણ નથી પસ્તાયું ?


ધૂમકેતુ (રજકણ માંથી )




રવિવાર, 30 ઑગસ્ટ, 2009

રજકણ (૨)




પાનખરની ઋતુ જોઇને વૃદ્ધાવસ્થા યાદ આવી
પણ આ શું ?
વૃક્ષની છેક છેલ્લી ટોચની ડાળે
સુંદર પ્રભાતનાં રંગ જેવી ,
કુમળા પાનની ટીશી ક્યાંથી ?



તમે કલાની વાત કરો છો કાં ?
હા, હા, સમજ્યો .
એવી વસ્તુ,
જેને લોકો જીવનમાંથી બહાર કાઢે છે :
અને પ્રદર્શન માં જોવા જાય છે ."
એ જ કલા ને ?


જાગૃતિની એક પળ માંગી હતી;
નિંદ્રાધીન જીવનના હજારો વર્ષ નહિ "



માણસ પોતાની જાત ઘસ્યા વિના
જે કાંઈ કરે
દાન, દયા કે સહાય
એ સઘળું વિલાસના પડછાયા જેવું છે .


ધૂમકેતુ (રજકણ માંથી )

રજકણ (૧)



ઊંચામાં ઊંચા શિખર પર બેસવા માટે
હું એક હજાર ને એક જીંદગી ગુમાવવા તૈયાર છું :
પણ શરત એટલી કે તે ઊંચામાં ઊંચું હોવું જોઈએ "



એણે કહ્યું કે તમે દુ:ખથી હાર્યા છો
મેં કહ્યું કે
તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી "



નિરાશાના સમુદ્ર જેવા મોટા રણમાં
તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે ,
તે મજાને ખાતર
હું ધોળા ફૂલ ,રૂપેરી ચાંદની ,અને કોયલનો સુર
ત્રણેય જતા કરું "



હું નિરાશ થયો છું ?
પરાજય થી હાંફી ગયો છું ?
ના,ના, એવું કાઈ જ નથી .
વિશ્વાસના સમુદ્રમાં પડેલું ,
ઝેરનું એક બિંદુ ધોવા માટે ,
આટલી જેહમત ઉઠાવી રહ્યો છું ."

ધૂમકેતુ (રજકણ માંથી )

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2009

લેખાકો અને તખલ્લુસ(ઉપનામ)



















1. રમણભાઈ નીલકંઠ - ------------------------'મકરંદ'
2. ત્રિભુવનદાસ લુહાર ------------------------ 'સુન્દરમ' ,'ત્રિશુલ'
3. મનુભાઈ પંચોળી - -------------------------' દર્શક'
4. લાભશંકર ઠાકર - --------------------------'લઘરો'
5. નટવરલાલ પંડ્યા ------------------------- 'ઉશનસ'
6. કનૈયાલાલ મુનશી ------------------------- 'ઘનશ્યામ '
7. હર્ષદ ત્રિવેદી - -----------------------------'પ્રાસન્નેય '
8. ભાનુશંકર વ્યાસ --------------------------- 'બાદરાયણ'
9. ગૌરીશંકર જોશી --------------------------- 'ધૂમકેતુ '
10. બાલશંકર કંથારિયા ------------------------'કલાન્ત ', ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી - ---------------------'બેફામ '
12. ઉમાશંકર જોશી - --------------------------' વાસુકી '
13. રામનારાયણ પાઠક ------------------------' શેષ' , ’સ્વૈરવિહાર'
14. સુરસિંહજી ગોહિલ --------------------------' કલાપી'
15. કેશવલાલ હ. ધ્રુવ - ------------------------' વનમાળી '
16. મણિશંકર રત્નજી ભટ્ટ - ---------------------''કાન્ત'
17. બાલારામ દેસાઈ - ------------------------'જયભિખ્ખુ '
18. મધુસુદન પારેખ - ------------------------'પ્રિયદર્શી '
19. અક્ષયદાસ સોની - ------------------------'અખો'
20. લાલજીભાઈ સુથાર ----------------------- ' નિષ્કુળાનંદ'
21. લાડુભાઈ બારોટ ------------------------- ' બ્રહ્માનંદ '
22. બંસીલાલ વર્મા - ------------------------- ' ચકોર'
23. જીણાભાઇ દેસાઈ - ------------------------' સ્નેહરશ્મિ '
24. છોટાલાલ શાસ્ત્રી --------------------------' છોટમ'
25. દયાશંકર પંડ્યા -------------------------- 'દયારામ '
26. સચ્ચિદાનંદ વાત્સાયન -------------------- ' અજ્ઞેય '
27. દત્તાત્રેય કાલેલકર ------------------------ ' કાકાસાહેબ '
28. કિશનસિંહ ચાવડા ------------------------ ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ - ---------------------' પતીલ'
30. લાભશંકર ઠાકર - -------------------------' પુનર્વસુ '
31. બાલાશંકર કંથારિયા ---------------------- ' બાલ'
32. જમનાશંકર મ.બુચ ----------------------- ' લલિત'
33. હરાજી લવજી દામજી --------------------- ’ શયદા '
34. મોહનલાલ મહેતા - ----------------------' સોપાન'
35. ભોગીલાલ ગાંધી - -----------------------’ ઉપવાસી '
36. બકુલ ત્રિપાઠી --------------------------- ' ઠોઠ નિશાળીયો '
37. રામનારાયણ વી.પાઠક ------------------- ' દ્રીરેફ '
38. સૂર્યકાંત ત્રિપાઠી ------------------------- ' નિરાલા'
39. નાથાલાલ કવિ --------------------------' પ્રેમભક્તિ '
40. ઈબ્રાહીમ દા. પટેલ ---------------------- ' બેકાર '
41. દેવેન્દ્ર ઓઝા --------------------------- ' વનમાળી વાંકો '
42. કરસનદાસ માણેક ---------------------- ' વૈશંપાયન '
43. અલીખાન બલોચ -----------------------' શૂન્ય '
44. અનંતરાય રાવળ ----------------------- ' શૌનિક '
45. બ.ક.ઠાકર - ----------------------------' સેહેની '
46. અબ્બાસ મ. વાસી - ---------------------' મરીઝ '
47. અરદેશર ખબરદાર - --------------------' અદલ'
48. ચંદ્રવદન સી .મહેતા - -------------------'ચાંદામામા '
49. મધુસુદન વ.ઠાકર - ---------------------'મધુરાય'

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009

પૃથ્વી એટલે 'ઉકરડો '



એક જૂની કહેવત છે : 'ગામ હોય ત્યાં ઉકરડો હોય જ ' પરંતુ પર્યાવરણ ની ' વાટ લગાવવામાં ' માં આ ઉકરડાનો પણ ઘણો ફાળો છે .પ્લાસ્ટિક જેવો નોનરિસાઇક્લેબલ પ્રદાર્થોમાંથી નીપજતા કચરા છેવટે પર્યાવરણ માટે જોખમી બને છે .પરંતુ એવી કોઈ શોધ થઇ શકે ખરી કે કચરાનો કન્સેપ્ટ જ નાબુદ થઇ જાય ? બ્રિટીશ સંશોધકોએ તેમના દેશને ' ઝીરો વેસ્ટ કન્ટ્રી ' પ્રસ્તાવ મુક્યો છે ! તેમાટે ગરમાગરમ ભજિયું બની જતી પૃથ્વી માટે સ્માર્ટ બિલ્ડીંગો બનાવવી પડશે . આ સ્માર્ટ બિલ્ડીંગો સંપૂર્ણપણે વાયરલેસ હશે .જે કઈ ઉર્જા ની જરૂર પડે તે પોતાની મેળે જ પેદા કરી લેશે .તેના માટે તે સૂર્ય ,પવન કે ભૂ-ગરમી જેવા કુદરતી સ્રોતોનો ઉપયોગ કરશે .દિવસભર તેના પર પડતા સૂર્યપ્રકાશ ને ' લાઈટ પાઈપ્સ ' મારફતે સંગ્રહ કરીને રાત્રે પણ અજવાળું ફેલાવવા માટે ઉપયોગમાં લઇ શકાશે ,એટલું જ નહિ તેમાંથી ઉત્પન્ન થતો કચરો તે ખુદ ખાઈ જશે !

આ સંથાનું કહેવું છે કે વખતોવખત ' હિત વેવ ' નો અનુભવ કરતા બ્રિટનમાં આજની તારીખ થી ગ્રીન હાઉસ ગેસ ની ઉત્પાદન સાવ બંધ થઇ જાય તો પણ આવતા ત્રીસ વર્ષો સુધી તેનું તાપમાન વધતું રહેશે .દિવસે દિવસે ' યુઝ એન્ડ થ્રો ' કમ્યુનીટી બનતા જતા અંગ્રેજો વર્ષે દહાડે ત્રીસ કરોડ તન જેટલો કચરો પેદા કરે છે .

જેમાંથી માંડ માંડ અડધો પણ રીસાઈકલ થતો નથી ! તે જોઇને .ડેન્માર્ક ,સ્વીડન અને બેલ્જિયમ જેવા દેશો એ નોન- રીસાઈકલ ચીજો પર વધુ વેરા નાખ્યા છે ! ૨૦૦૩ ના હીટવેવમાં આખા યુરોપમાં ૩૦ હજાર થી પણ વધુ લોકો નો ભોગ લેવાયો પૃથ્વી નું તાપમાન વધતું અટકાવા અને તેને આવનારી પેઢીઓ માટે રેહવા લાયક રેહવા દેવી હોય તો ' ક્યોટો પ્રોટોકોલ 'જેવી સંધિઓ નો ચુસ્તપણે અમલ કરવો પડશે ,એટલું જ નહિ આપણી લાઈફસ્ટાઈલ માં પણ યોગ્ય પરિવર્તન આણવા પડશે ,

==જીવાત્મા અને પરમાત્મા ==




આ જીવાત્મા ઈશ્વરનો એક અંશ છે .અને તે ચેતન છે .જળ નથી .તે નિર્મળ છે એટલે કે મળ - દોષથી રહિત છે .શુદ્ધ છે અને આનંદિત છે .ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ છે .હું અને મારું ,તું અને તારું એનું જ નામ માયા છે અને માયા નો પ્રેરક ઈશ્વર છે .આ જીવ માયાને વશીભૂત થયેલો છે .ઈશ્વર અંશી છે અને જીવ તેનો અંશ છે .એટલે જેવી અંશી તેવો અંશ એટલે આ દેહમાં રહેલો જીવ અવિનાશી ,નિત્ય અને સનાતન છે .મનુષ્ય મરણ પામે છે ત્યારે જીવ સ્થૂળ શરીર છોડી તેના કર્મફળ પ્રમાણે બીજા સ્થૂળ શરીર ને પકડી લે છે .


જો ભગવાન ઈશ્વર છે તો પ્રકૃતિ ઈશ્વરી શક્તિ છે .ભગવાન આપણા પિતા છે તો પ્રકૃતિ આપની માતા છે .ભગવાન બીજ ને વાવનાર છે તો પ્રકૃતિ ગર્ભ ને ધારણ કરનારી છે .પ્રકૃતિ સોંનું ઉત્પતિ સ્થાન છે અને તેથી સંસાર ની ઉત્પતિ થાય છે .પ્રકૃતિ એજ માયા છે.ઈશ્વર (પરમાત્મા ) અને પ્રકૃતિ નો સંબંધ નર- નારી જેવો છે .પ્રકૃતિ ઈશ્વર ની શક્તિ છે .જેવી કે વિષ્ણુ અને લક્ષ્મી ,શિવ અને પાર્વતી ,બ્રહ્મા અને સરસ્વતી ,રામ અને સીતા વિગેરે , વિગેરે ...


ચોર્યાશી લાખ યોનીઓનો ગીતમાં પણ ઉલ્લેખ છે .ચોર્યાશી યોનીઓના ચાર પ્રકાર છે .જરાયુજ, અંડજ,
ઉદભિજ્જ્,અને સ્વેદજ,આપણે તેમના એક જીવ છીએ અને આપણા કર્મફળ પ્રમાણે ચોર્યાશી લાખ યોનીઓમાં ભ્રમણ કરતા કરતા મનુષ્ય યોનીમાં ભગવાન ની કૃપાથી આવ્યા છીએ .પરમાત્મા બધા જ પ્રાણીઓના હૃદય માં છે .પોતાની માયા દ્વારા તેના કર્મ પ્રમાણે ઘુમાવે છે .છેવટે ભગવાને આપણને મનુષ્ય દેહ આપી આ 'જીવન મુક્તિ ' કરવાનો અવસર આપ્યો છે.જેનો આપને બની શકે તેટલો વહેલો લાભ ઉઠાવી મુક્તિ (મોક્ષ ) મેળવવાનો છે .નહીતર લાખ ચોર્યાશીનું ચક્કર આપણા માટે તૈયાર જ છે .


એક ભક્ત કવિ કહે છે
"મારો હંસલો નાનો અને દેવળ જુનું થયું રે
હંસા તારે અને મારે પ્રીત્યું બંધાણી."

=એક આત્મનિષ્ઠ સંત
ધનજીભાઈ કે. પટેલ . (કમાણાકર )




Comment Me Comments

I.S.O 9000:2001(QMS) શું છે ?



I.S.O - International Organization for Standardization (I.S.O) ને સામાન્ય રીતે I.S.O તરીકે ઓળખવામાં આવે છે જે જીનોવા ,સ્વીત્ઝર્લેન્ડમાં આવેલી આંતરરાષ્ટીય સંસ્થા છે .જેમાં દુનિયાના ૨૦૦ થી વધુ દેશો સભ્ય તરીકે જોડાયેલા છે .જે યોગ્ય સંસ્થા ને દુનિયાની અન્ય સંસ્થાઓથી વિશિષ્ટતાના આધારે અલગ (Isolate) તારી આપે છે

I.S.O નો મુખ્ય હેતુ કોઈ શેક્ષણિક સંસ્થા માટે તેના દરેક કાર્ય ને યોગ્ય માનક (Standard) મુજબની પધ્ધતિ નક્કી કરી અમલમાં મુકે તેના દ્વારા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ સંતોષ મેળવવાનો અને શેક્ષણિક પદ્ધતિઓમાં સતત સુધારા કરવાનો છે
સંસ્થા જુદા જુદા હજારો માનક (Standard) બહાર પડવાનું કામ કરે છે .


ઉદાહરણ તરીકે I.S.O 9000:2001(Q MS - Quality Management System ) ,
I.S.O 14000: 2004(EMS - Environment Management System )
I.S.O 22000: 2005 (FSMS - Food Safety Management System )
I.S.O 27000: 2005 (ISMS - Information Security Management System ).......વિગેરે




અહી I.S.O ૯૦૦૧ નબર એ ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમ (QMS)નામના માનક (Standard) માટે ઉપયોગમાં લેવામાં આવે છે તથા આ માનક (Standard) માં ઈ.સ ૨૦૦૦ બાદ નવા સુધારા થયેલા હોવાથી તેને ૯૦૦૧ - ૨૦૦૦ (QMS) તરીકે ઓળખવામાં આવે છે અહી જરૂરી નથી કે સંસ્થા પોતે કોઈ ઉત્પાદન (Production )માં સંકળાયેલી હોય જ કોઈપણ સંસ્થામાં સંચાલન()જરૂરી છે





Comment Me Comments

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2009

**પ્રેમ**
















પ્રેમ ખરેકર એક શક્તિશાળી બળ છે .આપણને મહાન ઉચાઇ પર લઇ જઈ તાજગી અને તેજસ્વીતા આપે છે .છતાંય તેનો વધુમાં વધુ દુરુપયોગ અને ફજેતી થયેલી છે .ઘણી અધ :પતન કરતી ચીજો તરીકે પ્રેમ સ્વીકારવામાં આવે છે .
એક લોકપ્રિય ગીત જણાવે છે કે દુનિયા ને અત્યારે પવિત્ર અને તાજા પ્રેમ ની જરૂર છે .વાસ્તવ માં દુનિયા ને ચોકસાઈપૂર્વકની અને સાચી સમાજની જરૂર છે .સાચો પ્રેમ સમજ ઉપર અરસપરસ ના વિશ્વાસ ઉપર અને માં ઉપર આધાર રાખે છે .માત્ર લાગણીઓ ઉપરજ નહી.પ્રેમ સર્વત્ર સમાન હોય છે .પોતાની સાથે ,ઈશ્વર સાથે કે આપણા સાથીદાર સાથેનો સુમેળ એ જ પ્રેમ ,પ્રેમ એક નિસ્વાર્થતા છે.પ્રેમ ભાવનાશીલ સ્થિતિ નથી ,કે જે કલ્પનાઓ અને તરંગો ને મર્યાદા માં રાખે છે ,પરંતુ જ્ઞાન ની ઉચ્ચ સમાનતા ની સ્થિતિ છે જે જે શારીરિક રૂપરેખાથી ઉચ્ચ જાય છે .પ્રેમ ને શરીર સાથે કોઈ જ સંબંધ નથી .પ્રેમ આત્મા માં જીવે છે .આ પ્રેમ આપણ ને આજુબાજુ પથરાવા દેવો જોઈએ .આપણે જયારે આ પ્રેમ વહાવા દઈએ ત્યારે આપણે ભીંજાઈ જઈને સદાને માટે તાજા ,આકર્ષક અને તંદુરસ્ત રહીએ છીએ.
પ્રેમ વિના જીવનનો સર્વ ખજાનો આપણી દ્રષ્ટી અને અનુભવ થી દુર દુર બંધ અવસ્થા માં રહેલો છે .એના માટે પ્રેમ ચાવી સમાન છે ,

==એક પ્રેમાળ દિવસ માટે નાં વિચારો==
**મંગળવાર **

(૧) જો કોઈ તમારી સાથે ગુસ્સામાં બોલે તો તે ગુસ્સારુપી અગ્નિ ઉપર તમો પ્રેમ નું શીતળ પાણી રેડો

(૨) જ્યારે દ્વેષ કે ઈર્ષાનાં નાં સંકલ્પો પેદા થાય છે .ત્યારે સુખ ગુમાવાય છે .શુંભભાવના અને પ્રેમના સંકલ્પો દિલગીરીમાંથી મુક્ત કરે છે

(૩) તમારા પોતાના સ્વભાવ સિવાય કોઈ તમને રીબવતું નથી. તમારો સ્વભાવ મધુર અને પ્રેમાળ બનાવો .

(૪) જેના માટે એક પૈસા નું પણ ખર્ચ નથી એવા પ્રેમાળ ,સત્ય અને મધુર શબ્દો બોલો .

(૫) જો તમો એકલા છો તો તમારી કોઈ કિંમત નથી .પરંતુ તમારી સાથે પ્રેમ,મધુરતા અને સહકાર ની ભાવના છે ,તો તમે કિંમતી છો

(૬) પ્રેમથી બોલાયેલ એક શબ્દ કેટલાક લોકોના દુ:ખી હૃદય શીતળ બનાવી શકે છે

(૭) જ્યારે દરેક વ્યક્તિ પોતાને પોતાના કરતા વધારે સારો માનતો હોય તો ત્યારે શું રાષ્ટીય એકતા શક્ય છે ?

(૮) પરમાત્મા ને પાપીઓ પ્રત્યે પણ પ્રેમ છે .દરેક મનુષ્ય ઈશ્વરીય સંતાન છે .તો કોઈ પણ ઈશ્વરીય સંતાન ને ધીક્કારવાનો આપણને
કયો અધિકાર ?

(૯) જેટલો વધારે પ્રેમ કરશો એટલો વધારે પ્રેમ મળશે .ઘણો વધારે પ્રેમ હશે તો આપવામાં સરળ બનશે ,

(૧૦) જયારે એક વ્યક્તિ ઝગડવાનું ઇચ્છતી નથી તો બે વચ્ચે નો ઝગડો શક્ય નથી .

(૧૧) ઈર્ષા જ્યારે પોતાનું માથું ઉચકે છે ,ત્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પણ દુશ્મન બની શકે છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા "થોટ ફોર ટુડે " નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==

રવિવાર, 16 ઑગસ્ટ, 2009

==પ્રસન્નતા ==















પ્રસન્નતા એ બુદ્ધિ ઉપરનું સુખ છે .અટ્ટહાસ્ય ,મોજ-મજા ની ઉચ્ચ ,મારી જાણ મુજબ ની ખુશીથી પર,પવન ની ધીમી લહેર માં લોપ થતી નથી,સંગીત કળા દ્વારા વશ થવા માટે કાન નો કોઈ ઉપયોગ નથી અને જેમાં મોસમ ના પ્રથમ ફળ ની મીઠાસ માણવા માટે મુખ વપરાતું નથી .
જો કે મારી જાતે એકાંત માં બેસતા ,તદન શાંત ,નીરવ, સંકલ્પો અંદર ની તરફ વળે.શાંતિ ના તરંગો ધ્યાન પૂર્વક સંભળાય છે ,ત્યારબાદ સંકલ્પો ઉપરામ થાય છે .તત્વો થી પાર આધ્યાત્મિક સુરબદ્ધ શાંતિ થી ભરપુર ,પવિત્ર થોડા વિચારો ,મારા પિતા સાથે જોડાણ જે પરમાનંદ છે .જે શાંતિ નાં સાગર હોવાથી શાંતિ નો અનુભવ થાય છે પ્રેમ નો સાગર હોવાને લીધે પ્રેમનો અનુભવ થઇ રહ્યો છે આંનદ ના સાગર હોવાથી આનંદ અનુભવ થઇ રહ્યો છે,

==પરમ આનંદી દિવસ નાં વિચારો ==
**``રવિવાર **``

(૧) જે સંતુષ્ટ છે ,તે બેંક માં નાનકડું ખાતું હોવા છતાં પોતાની પાસે મોટો ખજાનો સમજે છે

(૨) સ્વતંત્રતા માનસમાંથી પ્રગટ થાય છે ,નહિ કે દોરડા કાપવાથી .

(૩) ઉમંગ આત્માને ઉચ્ચ અવસ્થામાં રાખે છે અને બીજા નાં હોઠ ઉપર હાસ્ય વેરે છે .

(૪)મંદ હાસ્ય કોઈપણ મુશ્કેલીનું કાર્ય ટૂંકું બનાવે છે .

(૫) વ્યર્થ કામ તમને ભારે તેમજ થાકેલા બનાવશે અને રચનાત્મક કાર્ય તમને સુખ ,તેજસ્વીતા અને નવી ચેતના આપશે

(૬)સંતુષ્ટતા અને આનંદ એક બીજા નાં સાથી છે ,આ ગુણો તમારા માટે બીજાની વચ્ચે આકર્ષણ ઉપજાવે છે .

(૭) જો ગઈકાલે થયેલી ભૂલ દ્વારા ગમગીનીમાં વિતાવી હોય તો આજનો દિવસ ગઈકાલ ને યાદ કરીને ગુમાવશો નહિ .

(૮) જેટલો આનંદ તમે પરિશ્રમ કરવામાં રાખશો તેના કરતા વધારે સુખ પરિશ્રમના પરિણામ મેળવવામાં થશે

(૯) જ્યારે તમે હર્ષિતમુખ રહો છો ત્યારે માત્ર તમેજ સુખનો અનુભવ નથી કરતા પરંતુ સાથે સાથે બીજાની ચેતનામાં પ્રકાશ નાં કિરણો પૂરો છો

(૧૦) જ્યારે મનુષ્ય મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો આનંદ અને હાસ્ય સાથે કરે છે ,ત્યારે જ મહાન જાહેર થાય છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા "થોટ ફોર ટુડે " નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==


શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

જય ...જય.....ગરવી ગુજરાત


અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

રોહિત શાહ

આવો માધવ રામાનુજ સાહેબ ના સાનિધ્ય મા



માળામાં ફરક્યું વેરાન !

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

- માધવ રામાનુજ




એક એવું ઘર મળે.....


એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.

એક એવું આંગણું કે જયાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક બસ એક જ મળે એવું નગર;
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;

‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે!

એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!

એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!

તો ય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે…

- માધવ રામાનુજ

પાસપાસે તોયે.........

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;

આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

- માધવ રામાનુજ

નીતિન વડગામા....તરફ થી

છોડી દે........

એક બે ત્રણ ચાર છોડી દે.
ઊગતો અંધકાર છોડી દે.

તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ તને બારો બાર છોડી દે.

આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

આજની મહેકજ માણી લે,
કાલનો ઘેઘૂર ભાર છોડી દે.

હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથી નકાર છોડી દે.

છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની સારવાર છોડી દે.

- નીતિન વડગામા

કોઇ આવીને ઊભું છે આંગણામાં .......

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

- નીતિન વડગામા

રમેશમાં.....

શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,
મળતાં નથી રમેશના રસ્તા રમેશમાં.

ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે,
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં.

ખોદો તો દટાયેલું કોઇ શહેર નીકળે,
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં.

અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,
અર્ધા રમેશનાં છે ધુમાડા રમેશમાં.

આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે,
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં.

ફરતું હશે કોઇક વસંતી હવાની જેમ,
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં.

ઇશ્વર, આ તારી પીળી બુલંદીની શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં.

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો,
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.

: રમેશ પારેખ.